Video: રાજકોટમાં બાઈકર્સ ગેંગનો આતંક

સોર્સ: gstv

રાજકોટમાં બાઈકર્સ ગેંગનો આતંક સામે આવ્યો છે. જામનગર-રાજકોટ અને રાજકોટ-મોરબી હાઇવે પર અવારનવાર યુવાનો બાઈક પર સ્ટંટ કરતા જોવા મળે છે. તેમના બાઈક પર રેસ કરતા હોવાના વિડીયો સામે આવતા હોય છે..આ જ રીતે વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મંગળવારની રાત્રે 11 વાગ્યા આસપાસનો આ વીડિયો છે.જેમાં રાજકોટ મોરબી હાઇવે પર રતનપર ગામ નજીક યુવાનો સ્ટંટ કરતા જોવા મળ્યાં...તેઓ રસ્તા પર પુરપાટ ઝડપે વાહન હંકારી સુતા સુતા બાઈક ચલાવતા જોવા મળી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં અલગ અલગ ચાર વાહનો જોવા મળી રહ્યા છે જેમાં 2 બાઈક પૂર ઝડપે ચાલી રહ્યા છે અને બીજા બે બાઇકમાં યુવાનો સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે. આ સમયે વાહનની સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાકની હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત