Video: રાજકોટમાં વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા જલારામ બાપાના જન્મોત્સવની ઉજવણી, મંદિરોમાં ભક્તોની ભીડ

સોર્સ: gstv

રાજકોટમાં 227મી જલારામ જયંતિ નિમિત્તે ભક્તિભાવપૂર્વક જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટના જલારામ બાપા પ્રાર્થના મંદિરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. વિવિધ ધૂન મંડળો દ્વારા ભજન-કીર્તન અને ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. વીરપુર સહિત રાજ્યભરના જલારામ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો અને ભક્તો માટે પ્રસાદ વિતરણનું આયોજન કરાયું છે. જલારામ બાપાનાં દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત