Video: લાભ પાંચમથી ધોરાજી માર્કેટિંગ યાર્ડ ધમધમ્યું, મગફળીના ભાવ પ્રતિ મણ 1560 રૂપિયા

સોર્સ: gstv

રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમથી ફરી ખરીદ-વેચાણની કામગીરી ધમધમતી થઈ છે. દિવાળીના તહેવારને પગલે એક અઠવાડિયાથી બંધ યાર્ડમાં આજે મગફળીની આવક શરૂ થઈ હતી. પ્રથમ દિવસે જ અંદાજે 300 મણ મગફળીની આવક નોંધાઈ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછા ઉત્પાદનને કારણે મગફળીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે ખુલ્લા બજારમાં ખેડૂતોને પ્રતિ મણ 950થી 1100 રૂપિયા ભાવ મળતા હતા, જ્યારે આજે પ્રતિ મણ 1560 રૂપિયા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત