Video: થારચાલકનો જોખમી સ્ટંટ, પોલીસે કાર્યવાહી કરી કારચાલનો કરાવ્યું કાયદાનું ભાન

સુરતના પાલ વિસ્તારમાં ચાલુ કારમાંથી ફટાકડા ફોડવાનો જોખમી સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં થાર કારચાલક એક હાથે સ્ટિયરિંગ પકડીને બીજા હાથે ચાલુ કારમાંથી સ્કાય શોટ્સ ફોડતો જોવા મળે છે. રસ્તા પર મોટી સંખ્યામાં અન્ય વાહનોની અવરજવર હોવા છતાં કારચાલકે બેદરકારીભર્યું વર્તન કર્યું હતું. આ જોખમી હરકતને કારણે રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકોની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ હતી. વાયરલ વીડિયો આધારે પાલ પોલીસે તપાસ હાથ ધરી આકાશ પટેલને ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરી કારચાલકને કાયદાનું ભાન કરાવ્યું છે.
જાહેરાત








