Video: દિવાળી-છઠપૂજાએ વતન જવા શ્રમિકોની પડાપડી: ઉધના રેલવે સ્ટેશન પર 15 હજારથી વધુ મુસાફરોની ભીડ

સોર્સ: gstv

દિવાળી અને છઠપૂજાના તહેવારને લઈ સુરતથી ઉત્તર પ્રદેશ અને બિહાર જવા હજારો શ્રમિકો વતન તરફ રવાના થઈ રહ્યા છે. ઉધના રેલવે સ્ટેશન ખાતે બનાવવામાં આવેલા હોલ્ડિંગ એરિયામાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. 15 હજારથી વધુની ક્ષમતા ધરાવતો હોલ યાત્રીઓથી ખીચોખીચ ભરાયો છે ગત રાતથી સવારે 10 વાગ્યા સુધીમાં 15 હજારથી વધુ મુસાફરો રવાના થયા છે. આ સમયગાળા દરમિયાન 3 રેગ્યુલર અને 7 સ્પેશિયલ સહિત 10 ટ્રેનો દોડાવવામાં આવી છે. 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 4 લાખથી વધુ મુસાફરો વતન જવા રવાના થયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત