Video: અંજાર-ગાંધીધામ હાઈવે પર ટ્રકમાં લાગી આગ

સોર્સ: gstv

અંજાર-ગાંધીધામ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો...જેમાં ગાંધીધામ તરફ જઈ રહેલી ટ્રકનું ચાલુ ગાડીએ ટાયર ફાટયુ હતું....ટાયર ફાટતા જ ધડાકા સાથે જ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને ટ્રકને તાત્કાલિક રસ્તાની બાજુમાં થંભાવી દીધી હતી અને સમયસર બહાર નીકળી જતા જાનહાની સહેજમાં ટળી હતી. આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ દુર્ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે વાહનોની લાંબી કતારો લાગી જતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ભીષણ આગની લપેટમાં આવી જવાના કારણે આખી ટ્રક બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ છે. હાલ સ્થાનિક પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત