Video: જૂનાગઢના વંથલી-માણાવદર હાઈવે પર ટ્રિપલ અકસ્માત, દંપતીનું મોત

જૂનાગઢના વંથલી-માણાવદર હાઈવે પર ડમ્પર, બાઈક અને રિક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પ્લાસ્વા ગામના ચંદુભાઈ ધોણીયા અને તેમના પત્ની મનીષાબેનનું મોત નીપજ્યું છે. દંપતી ઉત્તરક્રિયામાંથી પરત ફરી રહ્યું હતું તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં અન્ય 2થી 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાતાં પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.
જાહેરાત







