Video: રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી ભડકો: ડબ્બે ૨૦ રૂપિયાનો વધારો થતાં ભાવ ૩ હજાર ૧૩૦ રૂપિયા પર પહોંચ્યો!

ખાસ વાત એ છે કે આશ્ચર્યજનક રીતે એક તરફ બજારના યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે, છતાં બીજી તરફ સિંગતેલના ભાવ સતત ઉપર જઈ રહ્યા છે. તેલબિયાંની આવક હોવા છતાં ભાવમાં થઈ રહેલા આ સતત વધારાના કારણે મધ્યમવર્ગીય પરિવારો અને સામાન્ય ગૃહિણીઓનું માસિક રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. ભાવવધારાના આ સિલસિલાને કારણે લોકોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.
જાહેરાત















