Video: રાજકોટમાં વસતા પરપ્રાંતીય પરિવારો દ્વારા આજી ડેમ ખાતે ઉમંગભેર છઠ પૂજાનું આયોજન; સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી સુખ-સમૃદ્ધિની પ્રાર્થના

રાજકોટ શહેરમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવીને વસેલા પરિવારો દ્વારા આજી ડેમ ખાતે છઠ મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજાની સામગ્રી અને વિવિધ ફળો સાથે આજી ડેમ ખાતે ઉમટી પડ્યા હતા. બિહારથી આવેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે છઠ પૂજા તેમના માટે સૌથી મોટો અને પવિત્ર તહેવાર છે. આ પર્વમાં માતાઓ અને બહેનો ત્રણ દિવસ સુધી અત્યંત નિર્જળ ઉપવાસ રાખે છે અને જળમાં ઉભા રહીને આથમતા તેમજ ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.
જાહેરાત







