Video: રાજકોટના જસદણના ચોટીલા રોડ પર ચાની હોટલ બહાર ખુરશી પર બેઠેલા સાધ્વીને હૃદયરોગનો હુમલો આવતા કરૂણ મોત થયું

મૃતક સાધ્વીજીની ઓળખ બાબરા તાલુકાના વાવડા ગામના 45 વર્ષીય રૂપલગીરી ગોસ્વામી તરીકે થઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ સાધ્વીજી પોતાના સેવક સાથે ચાની હોટલ પર સોડા પીવા માટે આવ્યા હતા. તેઓ હોટલ બહાર મૂકેલી ખુરશી પર બેઠા હતા, તે દરમિયાન જ તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ખુરશી પર બેઠા-બેઠા જ તેમની તબિયત લથડતા તેઓ ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને તાત્કાલિક જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એકાએક બનેલી આ ઘટનાને પગલે પરિવાર અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે
જાહેરાત







