Video: રાજકોટના કલેક્ટરને મનપા કમિશનરનો વધારાનો ચાર્જ

સોર્સ: gstv

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા ૧૦ દિવસની રજા પર ઉતરી ગયા છે, જેથી જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશને હંગામી ધોરણે મનપાના કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. એક તરફ જંગલેશ્વર બિલના કથિત ભ્રષ્ટાચાર મામલે તપાસ કમિટીનો રિપોર્ટ તૈયાર થઈ ગયો હોવા છતાં દિવાળી પહેલા તૈયાર થયેલા આ રિપોર્ટ પર હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં અનેક સવાલો અને તર્કવિતર્કો ઊભા થયા છે. વળી, ખોટા બિલ બનાવનાર ભ્રષ્ટ અધિકારીઓને કમિશનર છાવરી રહ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે, ત્યારે આગામી ૨૦ તારીખે મળનારી મનપાની જનરલ બોર્ડની બેઠક પહેલા આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે. આ તમામ વિવાદ વચ્ચે તુષાર સુમેરા રજા પર ઉતરી જતા કલેક્ટરે વધારાનો હવાલો સંભાળ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત