Video: મૂળી તાલુકામાં ડેમના રિપેરિંગ કામમાં પોલંપોલ

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે..અહીં ખંપાળીયા ડેમનું રિપેરીંગ પાછળ કરવામાં આવેલા 81 લાખ રૂપિયા પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ડેમની પરિસ્થિતિ અત્યંત ખરાબ હોવા છતાં રાજકોટની એજન્સીને સોંપવામાં આવેલા રિપેરીંગ કામમાં ભારે ગોટાળા અને ભ્રષ્ટાચાર થયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ ડેમ પાંચથી વધુ ગામોને સિંચાઈ અને વપરાશનું પાણી પૂરું પાડતો હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. યોગ્ય અને વ્યવસ્થિત રિપેરીંગ કામ કરવામાં આવે તથા જવાબદાર એજન્સી સામે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.
જાહેરાત










