Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Explosive seized from residential house in Mooli taluka, one person arrested

મૂળી તાલુકામાં રહેણાંક મકાનમાંથી વિસ્ફોટકનો જથ્થો ઝડપાયો, એક શખ્સની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2026
લાઇવ ટીવીGoogle News
મૂળી તાલુકામાં રહેણાંક મકાનમાંથી વિસ્ફોટકનો જથ્થો ઝડપાયો, એક શખ્સની ધરપકડ
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વગડીયા ગામમાં રહેણાંક મકાનમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થ મળી આવતા ચકચાર મચી છે. SOG પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 8,196 નંગ જિલેટીન સ્ટિક અને ડીટોનેટર વાયર સહિતનો જથ્થો જપ્ત કર્યો છે.

કાર્બોસેલના ખોદકામ માટે જથ્થો લવાયો હોવાની આશંકા 

App Store

પોલીસની કાર્યવાહીમાં કુલ અંદાજે ₹1.75 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ વિસ્ફોટક પદાર્થ રહેણાંક વિસ્તારમાં રાખવામાં આવ્યો હોવાથી આસપાસની સોસાયટી અને સ્થાનિક રહેવાસીઓની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખનીજ માફિયાઓ દ્વારા કાર્બોસેલના ખોદકામ માટે વિસ્ફોટકનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવતો હોવાની આશંકા છે. તપાસ દરમિયાન આ વિસ્ફોટકનો જથ્થો મોરબી, વાંકાનેર અને રાજકોટ તરફથી સુરેન્દ્રનગર જિલ્લામાં લાવવામાં આવતો હોવાની વિગતો પણ સામે આવી છે.

પોલીસે હાથ ધરી તપાસ 

આ મામલે મૂળી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વિસ્ફોટકનો જથ્થો ક્યાંથી આવ્યો, કોના મારફતે પહોંચાડવામાં આવ્યો અને તેનો ઉપયોગ કોણ કરતું હતું તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે. સાથે જ સમગ્ર સપ્લાય નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.