Video: દિવાળીના દિવસે 24 કલાકમાં ફાયરને 136 કોલ મળ્યા.. કોઈ જાનહાની નહીં

સોર્સ: gstv

અમદાવાદમાં દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે ફાયર બ્રિગેડ માટે વિતેલો દિવસ ભારે દોડધામભર્યો રહ્યો હતો. દિવાળીના પર્વ પર ફટાકડા અને આતશબાજીના કારણે શહેરભરમાં આગના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પરિણામે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 સતત રણકતો રહ્યો હતો..આંકડાની વાત કરીએ તો, દિવાળીના દિવસે સવારે 06:00 વાગ્યાથી લઈને બીજા દિવસના સવારે 6:00 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ફાયર વિભાગને આગ અંગેના કુલ 136 કોલ મળ્યા હતા. ગોતા સિલ્વર ઓફ કોલેજ પાસે લાગેલી આગમાં ત્રણથી ચાર મજૂરોને રેગ્યુ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ચંડોળા.. બોડકદેવ વાસણા ઘોડાસર સહિતના વિસ્તારોમાં આગની ઘટના બની હતી..શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખુલ્લા મેદાન, કચરાના ઢગલાથી લઈને હાઈ-રાઈઝ ઈમારતો અને રહેણાંક એકમોમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, દિવાળીની રાત્રે આકાશમાં છોડવામાં આવતા સ્કાય શૉટ્સ અને રોકેટ જેવા ફટાકડા અંકુશ બહાર જઈને મકાનો કે ખુલ્લી જગ્યાઓ પર પડવાને કારણે આગના બનાવોમાં વધારો થયો હતો...ફાયર વિભાગની ટીમોએ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી, જેના કારણે મોટી હોનારત ટળી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત