Ahmedabad મનપામાં મોટો ખેલ; વૃક્ષો કાપવાના ગુનામાં દંડ ન ભરનાર ચિત્રા પબ્લિસિટીને સોંપાશે 800 બસ શેલ્ટર

Ahmedabad  મનપામાં મોટો ખેલ;  વૃક્ષો કાપવાના ગુનામાં દંડ ન ભરનાર ચિત્રા પબ્લિસિટીને સોંપાશે 800 બસ શેલ્ટર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદમાં વૃક્ષો કાપવાના વિવાદમાં સપડાયેલી ચિત્રા પબ્લિસિટી એજન્સીને કોર્પોરેશન દ્વારા દિવાળીના સમયે પીપીપી ધોરણે 800 બસ શેલ્ટર બનાવવાનું કામ સોંપવાની તૈયારી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, અગાઉ મંજૂરી વગર વૃક્ષો કાપવાના મામલે એજન્સીને 10 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી હતી, જે હજુ સુધી ભરવામાં આવી નથી. આ ઉપરાંત, નોટિસ આપ્યા બાદ પણ એજન્સી તરફથી જવાબ નહીં મળતાં કોર્પોરેશન દ્વારા સરખેજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ પણ કરવામાં આવી હતી. આમ, અગાઉ વિવાદમાં આવેલી એજન્સીને હવે શહેરમાં 800 બસ શેલ્ટર બનાવવાની મોટી જવાબદારી સોંપવામાં આવી રહી છે.

મંજૂરી વગર વૃક્ષો કાપવા અંગે એજન્સી સામે ફરિયાદ

જાહેરાત

અગાઉ ચિત્રા પબ્લિસિટી એજન્સી દ્વારા YMCAથી યોગા સર્કલ સુધીના રોડ પર મંજૂરી વગર વૃક્ષો કાપવામાં આવ્યાં હતાં. આ મામલે કોર્પોરેશને એજન્સીને ત્રણ દિવસમાં ખુલાસો આપવા માટે નોટિસ ફટકારી હતી. જોકે, નિર્ધારિત સમયમર્યાદામાં એજન્સી તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. પરિણામે કોર્પોરેશન દ્વારા સરખેજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અગાઉ વૃક્ષો કાપવાના અન્ય એક મામલે પણ એજન્સીને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, પરંતુ આ રકમ હજુ સુધી વસૂલાઈ નથી.

એજન્સીને AMTSની દિવાળીની ભેટ

બીજી તરફ, હવે AMTSનાં 800 બસ શેલ્ટર પીપીપી મોડલ હેઠળ બનાવવાની કામગીરી ચિત્રા પબ્લિસિટીને સોંપવાની દરખાસ્ત છે. આ મોડલ અંતર્ગત એજન્સી પોતાના ખર્ચે બસ શેલ્ટર બનાવશે અને તેના બદલામાં તેને બસ શેલ્ટર પર જાહેરાતના હકો આપવામાં આવશે. એટલે કે, બસ શેલ્ટર બનાવવાની સાથે એજન્સીને જાહેરાત થકી આવક મેળવવાની તક પણ મળશે.

વૃક્ષો સંબંધિત બાબતો પર દેખરેખ રાખવા સમિતી બનાવાશે

આ અંગે AMTS કમિટીના ચેરમેનનું કહેવું છે કે, વૃક્ષો સંબંધિત બાબતો પર દેખરેખ રાખવા માટે સમિતિ બનાવવામાં આવશે. બસ શેલ્ટર પીપીપી મોડલ હેઠળ બનાવવામાં આવશે અને જાહેરાતના હકો ચિત્રા પબ્લિસિટી એજન્સી પાસે રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત