Video: ખેડાના વસોમાં સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણીઓ કરવાના આક્ષેપ

ખેડા જિલ્લાના વસો તાલુકામાં સોશિયલ મીડિયા પર હિન્દુ ધર્મ વિરુદ્ધ અભદ્ર અને વાંધાજનક ટિપ્પણીઓ કરવાનો મામલો સામે આવ્યો છે. આ પ્રકરણમાં દંતાલી ગામના સમીર મીયાં ગુલામમીયાં વ્હોરા વિરુદ્ધ વસો પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, આરોપીએ વોટ્સએપ મારફતે હિન્દુ ધર્મ, ભગવાન શ્રીકૃષ્ણ અને હિન્દુ સમાજની દીકરીઓ અંગે વાંધાજનક મેસેજ મોકલ્યા હોવાનો આક્ષેપ છે. ફરિયાદીએ અગાઉ વાહનોની લે-વેચના વ્યવસાયને લઈને થયેલી બોલાચાલી બાદ દાવડા ગામે આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
જાહેરાત








