VIDEO: સુરેન્દ્રનગરના મૂળીમાં પહોંચી કિસાન યાત્રા: વીજ થાંભલાના વળતર મુદ્દે કોંગ્રેસના નેતાઓનો હુંકાર
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આજે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને 'કિસાન યાત્રા' આવી પહોંચી હતી, જેમાં સ્થાનિક જગતના તાત મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કિસાન યાત્રામાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને પ્રદેશ કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિતના ઉચ્ચ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોના ખેતરોમાં ઊભા કરવામાં આવતા વીજ કંપનીઓના મોટા વીજ થાંભલાઓ (ટાવર) સામે પૂરતું અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેમજ કોરિડોર નીતિ સાથે જ કામગીરી થાય તેવી મજબૂત માંગ સાથે આ યાત્રા યોજાઈ રહી છે. મૂળી ખાતે સભા કર્યા બાદ આ કિસાન યાત્રા સાપકડા ગામ તરફ જવા રવાના થઈ હતી. આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ સરકાર આડે હાથ લેતા આક્રોશભેર હુંકાર કર્યો હતો કે, ખેડૂતો પર થતા કોઈપણ પ્રકારના અત્યાચાર હવે ચલાવી લેવામાં નહીં આવે અને વળતરની લડત ઉગ્ર બનાવાશે.

