Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: 74 commercial gas cylinders seized from Surendranagar's Ratanpar scrap yard

VIDEO: સુરેન્દ્રનગરના રતનપરના ભંગારના ડેલામાંથી 74 કોમર્શિયલ ગેસ સિલિન્ડર જપ્ત

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં ગેસ સિલિન્ડરના મોટા કાળાબજારનો પર્દાફાશ થયો છે. સુરેન્દ્રનગર SOGની ટીમે રતનપર વિસ્તારમાં આવેલા એક ભંગારના ડેલા પર દરોડા પાડીને ગેરકાયદેસર રીતે સંતાડીને રખાયેલા 74 જેટલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે.પોલીસે આ ગેરકાયદેસર નેટવર્ક ચલાવતા અશોકભાઈ કાનાભાઈ કાવેટીયા નામના શખ્સની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં મોટો ધડાકો થયો છે કે, આ શખ્સ ભંગારમાંથી ખાલી ગેસ સિલિન્ડર સસ્તામાં ખરીદી, તેમાં ગેસ ભરાવીને સ્થાનિક હોટલો અને અન્ય વ્યવસાયિક સ્થળો પર ઊંચા ભાવે સપ્લાય કરતો હતો. હાલ પોલીસે આરોપીની કડક પૂછપરછ શરૂ કરી છે, જેથી આ મોટા રેકેટમાં સામેલ અન્ય લોકોના નામ પણ ખૂલી શકે.

App Store