Video: અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ફટાકડા ફોડવા મુદ્દે હિંસક અથડામણ, હવામાં બે-ત્રણ રાઉન્ડ ફાયરિંગ

દિવાળીની મધરાતે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સાયન્સ સિટી રોડ પરથી ફટાકડા ફોડવા જેવી બાબતે મામલો બિચક્યો હતો.અને હવામાં ફાયરિંગનો બનાવ બન્યો છે.. એમ્પાયર સ્કાયવ્યુ એપાર્ટમેન્ટ બહાર ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે મોટો વિવાદ થયો હતો. માથાભારે શખ્સોના ૨૦ થી ૨૫ લોકોના ઉશ્કેરાયેલા ટોળાએ અચાનક હુમલો કરી તોફાન મચાવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ડરનો માહોલ છવાઈ ગયો હતો. રાત્રે બનેલી આ હિંસક બબાલમાં ટોળાના આડેધડ હુમલામાં કુલ પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. દરમિયાન, ટોળાના ઘાતક હુમલાથી બચવા અને સ્વબચાવમાં રાકેશ પટેલે પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી હવામાં બે થી ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યુ... આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં મિલન રબારી, મીત દેસાઈ, મૌલિક દેસાઈ અને રાહુલ દેસાઈ સહિત ૨૫ લોકોના તોફાની ટોળા સામે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.






