Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Mineral mafia rampant in Surendranagar's Dasada

VIDEO: સુરેન્દ્રનગરના દસાડામાં ખનીજ માફિયાઓ બેફામ

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેવો ઘાટ સર્જાયો છે. દસાડાના તળાવમાંથી બેરોકટોક માટીની ગેરકાયદેસર ચોરી થઈ રહી હોવાનું સામે આવ્યું છે.ખનીજ માફિયાઓ દ્વારા તળાવમાં ડમ્પર અને જેસીબી જેવા મોટા મશીનો ઉતારીને બેફામ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. અહીંથી કાઢવામાં આવતી માટી પ્રાઇવેટ પ્લોટ અને ખેતરોમાં નાખવામાં આવી રહી છે. એક તરફ ખાણ-ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર ઘોર નિદ્રામાં છે, તો બીજી તરફ જિલ્લાના તળાવો પણ હવે સુરક્ષિત રહ્યા નથી. તંત્રની રહેમનજર હેઠળ ચાલતી આ ખુલ્લેઆમ ખનીજ ચોરી અને તળાવનું ગેરકાયદે ખોદકામ તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે.

App Store