VIDEO : ખનીજ માફિયા પર ASPનો મોટો પ્રહાર
સોર્સ : Gstv
સુરેન્દ્રનગર જિલ્લાના સરા ગામે ગેરકાયદેસર માટી ખોદકામ અને ખનીજ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. સ્થાનિક ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતા બાદ, અંતે ખુદ ASP વૈદિકા બિહાની અને તેમની ટીમે સરા ગામે આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ સફળ ઓપરેશન દરમિયાન ઘટનાસ્થળેથી ગેરકાયદેસર ખોદકામ કરતા બે ડમ્પર અને એક જેસીબી મશીન સહિત અંદાજે 1.50 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, પોલીસને જોઈને મુખ્ય ખનીજ માફિયાઓ ફરાર થઈ ગયા હતા, જ્યારે વાહન ચલાવતા ડ્રાઈવરો પોલીસના હાથે ઝડપાયા છે. ત્યારે હવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

