Video: સુરત: કતારગામમાં કચરો વીણવાના બહાને ગઠિયો 18 હજારના ચશ્મા ભરેલો થેલો ચોરી ફરાર

સુરત શહેરમાં ચોરોના વધી રહેલા ત્રાસની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ નજીક એક ગઠિયો કચરો વીણવાના બહાને આવ્યો હતો અને તક મળતાં જ અઢાર હજાર રૂપિયાની કિંમતના ચશ્મા ભરેલો થેલો ઉઠાવી રફુચક્કર થઈ ગયો હતો. દિવસના સમયે બનેલી આ ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે પોલીસે ફૂટેજ આધારે આગળની તપાસ હાથ ધરી છે.
જાહેરાત













