Video: સુરત: ડિંડોલીમાં શ્રમિકની હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રણય ત્રિકોણમાં દંપતીએ કરી હતી હત્યા

સુરતના ડિંડોલી વિસ્તારમાં શ્રમિક રામસ્વરૂપ મિશ્રા ઉર્ફે રાજેશની હત્યા કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પ્રણય ત્રિકોણ અને જૂની અદાવતમાં એક દંપતીએ સાથે મળીને રાજેશની હત્યા કરી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી દંપતી પોતાના પુત્ર સાથે મધ્યપ્રદેશ નાસી છૂટ્યું હતું. જોકે, ડિંડોલી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે મધ્યપ્રદેશમાં ઓપરેશન પાર પાડી ફરાર દંપતીની ધરપકડ કરી છે. હાલ પોલીસે બંનેની પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરાત












