Video: સુરતના ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર કામગીરીમાં લાપરવાહી બદલ એજન્સીને 150 કરોડથી વધુની પેનલ્ટી

સોર્સ: gstv

સુરત મહાનગરપાલિકાની ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર કચરાના પ્રોસેસિંગની કામગીરીમાં મોટી બેદરકારી સામે આવી છે. મૂળ ત્રણ વર્ષ અને વધારાના નવ માસના કોન્ટ્રાક્ટ દરમિયાન ટેન્ડરની શરતો મુજબ કામ કરવામાં એજન્સી સદંતર નિષ્ફળ રહી છે. એજન્સી દ્વારા પ્રોસેસ થયેલા વેસ્ટમાંથી ઉત્પન્ન થયેલો આરડીએફ કઈ એજન્સીને વેચવામાં આવ્યો છે, તેની કોઈ જ માહિતી તંત્રને આપવામાં આવી નથી. બીજી તરફ, SVNIT ના રિપોર્ટ મુજબ સાઈટ પર હજુ પણ અંદાજે 6.50 લાખ મેટ્રિક ટન કચરાનો જથ્થો એકત્રિત થયેલો છે. આ ગંભીર લાપરવાહી બદલ એજન્સીને 150 કરોડથી વધુની પેનલ્ટી લાગી શકે છે. હાલ મનપા તંત્ર દ્વારા અન્ય પાર્ટીને સાઈટનો કબજો સોંપવા માટેની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત