Video: સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા પાયક વાડમાં ગેસનો બાટલો ફાટતાં ભીષણ આગ

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા પાયક વાડમાં ગેસનો બાટલો ફાટતાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ નોંધાવેલો ભારત ગેસનો બાટલો સવારે જ ઘરે લાવીને લગાવવામાં આવ્યો હતો. બાટલો લગાવ્યાની માત્ર 15થી 20 મિનિટમાં જ પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ઘરમાં આગ ફાટી નીકળી હતી. આગની ઝપેટમાં આવતા ઘરમાં રહેલો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, જોકે મકાનમાં મોટું આર્થિક નુકસાન થયું છે.
જાહેરાત







