Video: સુરતના કમરેજમાં પત્ની સાથેના આડા સંબંધની અદાવતમાં યુવકની હત્યા

સોર્સ: gstv

સુરત જિલ્લાના કામરેજના ઉભેળ ગામમાં મળેલી અજાણી લાશના મર્ડરનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. આઠ નવેમ્બરે રામપીરની દરગાહ નજીકથી સડેલી હાલતમાં મળી આવેલી લાશની ઓળખ રાજકોટની કંપનીમાં કામ કરતા બબલુ સૈની તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકની પત્ની સાથેના આડા સંબંધની અદાવતમાં તેની હત્યા કરવામાં આવી હતી. ગૌચરની જમીનમાં બંને વચ્ચે ઝઘડો થતાં ઈંટના પ્રહારથી બબલુની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત