Video: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18 થી 20 નવેમ્બર દરમિયાન 3 દિવસના દાહોદ જિલ્લાના પ્રવાસે જશે

સોર્સ: gstv

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૧૮, ૧૯ અને ૨૦ નવેમ્બર એમ ત્રણ દિવસ સુધી દાહોદ જિલ્લાના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ દાહોદ, ગરબાડા અને ધાનપુર તાલુકાનો પ્રવાસ કરીને સ્થાનિક વિકાસ કાર્યો અને જનસંપર્ક કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ગરબાડા ખાતે જ રાત્રી રોકાણ કરશે. મુખ્યમંત્રીના આ મહત્વપૂર્ણ ત્રિદિવસીય પ્રવાસને લઈને વહીવટી તંત્ર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ તમામ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા અને આયોજનને આખરી ઓપ આપવાની કામગીરી પણ જોરશોરમાં ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત