Video: સુરત: અશ્વિનીકુમારમાં યુવકની હત્યા કરનાર ચારેય આરોપીઓનું પોલીસે કર્યું રીકન્સ્ટ્રક્શન

સોર્સ: gstv

સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં ચકચારી મર્ડર કેસમાં પોલીસે મોટું પગલું ભર્યું છે. બે દિવસ પહેલા સુરત ક્રાઈમ બ્રાન્ચે રાજુ સરોજ, રમેશ બિંદ અને સાહિલ સોનકરને ઝડપી લીધા હતા, જ્યારે અશ્વિનીકુમાર પોલીસે રાહુલ ગુપ્તાની ધરપકડ કરી હતી. દિવાળીના તહેવાર દરમિયાન ગાડી ચલાવવા બાબતે સામાન્ય બોલાચાલી બાદ આ આરોપીઓએ રાજેન્દ્ર માળી નામના યુવકની ઘાતકી હત્યા કરી હતી. આ મામલે અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ ચારેય આરોપીઓનું સઘન રીકન્સ્ટ્રક્શન કર્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત