મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મૂળી તાલુકાના 10 ગામોમાં કરોડોના ખર્ચે બનતી શાળાઓના કામમાં લોલમલોલ, કામગીરી અટકાવાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં શિક્ષણ વિભાગ દ્વારા 10

તસવીર: gstv

 સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં શિક્ષણ વિભાગ દ્વારા 10 કરોડથી વધુના ખર્ચે બની રહેલી 10 નવી પ્રાથમિક શાળાઓના નિર્માણ કાર્યમાં વ્યાપક ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. સરા, આંબરડી, કરસનગઢ, સુઝાનગઢ, રાણીપાટ અને રાપપર સહિતના ગામોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ટેન્ડરના નિયમો નેવે મૂકીને નબળી ગુણવત્તાના સિમેન્ટ અને સળિયાનો ઉપયોગ કરાતો હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે નવા બનેલા બીમ હાથથી જ તૂટી રહ્યા છે. ભવિષ્યમાં બાળકોના જીવ જોખમમાં ન મુકાય તે માટે ગ્રામજનોની માંગ બાદ આંબરડી સહિતની શાળાઓનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવી યોગ્ય ગુણવત્તાયુક્ત કામગીરી કરવા માંગ કરાઈ છે.

આ સમાચાર શેર કરો