Video: પાણીની ચોરી કરતી ખાનગી કંપની સામે કાર્યવાહી

વડોદરામાં ખાનગી કંપનીએ સરકારી પાણીની લાઇનમાંથી ગેરકાયદે ક્નેક્શન મેળવી લીધુ હોવાના આક્ષેપ થયા છે...ટુંડાવ–શુભેલાવ રોડ પર આવેલી ખાનગી કંપની દ્વારા 'નળ સે જળ' યોજનાની સરકારી પાણીની મુખ્ય લાઇનમાંથી કનેક્શન મેળવ્યું છે.. આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા બાદ મીડિયામાં વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને પાણી પુરવઠા વિભાગે તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને ખાનગી કંપનીનું આ ગેરકાયદેસર પાણીનું કનેક્શન કાપી નાખ્યું હતું. મીડિયાના અહેવાલ બાદ તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીના કારણે હવે સરકારી પાણીના ગેરકાયદેસર ઉપયોગ અને લાપરવાહીના મામલે ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
જાહેરાત
















