Video: સાબરકાંઠામાં પાણીની અછત અને મોંઘા ખર્ચથી ખેડૂતો પરેશાન

બટાકાના હબ ગણાતા સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો આ વર્ષે બેવડી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફ નહિવત વરસાદ અને ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરતા સિંચાઈના પાણીની ગંભીર અછત સર્જાઈ છે. બીજી તરફ મોંઘાદાટ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના વધતા ખર્ચે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પાણીની અછતને કારણે કૂવા અને બોરના જળસ્તર તળિયે પહોંચી ગયા છે. પરિણામે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બટાકાના વાવેતરમાં 30થી 40 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં આ ઘટાડો 50 ટકા સુધી પહોંચ્યો છે. કુદરતી પરિસ્થિતિ અને વધતા ખેતી ખર્ચના કારણે બટાકાના ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.
જાહેરાત







