Video: મોંઘા બિયારણ અને પાણીની અછતથી બટાકાની ખેતી મુશ્કેલ, સરકાર અને ખાનગી કંપનીઓ પાસે રાહતની આશા

સાબરકાંઠા જિલ્લામાં જિલ્લામાં દર વર્ષે સરેરાશ 60 ટકા જમીનમાં બટાકાનું વાવેતર થતું હોય છે, પરંતુ મોંઘાદાટ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના ભાવ વધતા ખેડૂતોને વ્યાજે નાણાં લઈને ખેતી કરવાની ફરજ પડી છે. ખેતી પાછળ મોટો ખર્ચ કર્યા બાદ પણ બિયારણની ગુણવત્તા સામે ખેડૂતો સવાલો ઉઠાવી રહ્યા છે. જેના કારણે ચાલુ વર્ષે બટાકાના ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે. પાણીની અછત અને દેવાના બોજ વચ્ચે સાબરકાંઠાના ખેડૂતોની બટાકાની ખેતીમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. હવે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો સરકાર અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી ખાનગી કંપનીઓ પાસે સહાય અને રાહતની આશા રાખી રહ્યા છે.
જાહેરાત







