Video: સુરત સિવિલમાં શરૂ થઈ નવી સેવા

સોર્સ: gstv

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે સોફ્ટવેરની નવી સેવા શરૂ કરાઈ છે.. દર્દીઓની સ્થિતિની ત્વરિત માહિતી મળી રહે તે માટે મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરવામાં આવી છે. આ નવીન સોફ્ટવેરની મદદથી દર્દી કયા વોર્ડમાં દાખલ છે અને તેમની કયા પ્રકારની સારવાર ચાલી રહી છે તેની સચોટ માહિતી મેળવી શકશે. દર્દીની હાલની તબિયત વિશેની આ તમામ વિગતો હવે સેન્ટ્રલાઈઝ્ડ ડેસ્ક પરથી માત્ર એક જ જગ્યાએથી ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થઈ જશે. હાલના તબક્કે આ આધુનિક સુવિધા હોસ્પિટલના કિડની બિલ્ડીંગના તમામ વોર્ડ અને આઈસીયુમાં શરૂ કરી કરાઈ છે. આ ડિજિટલ સિસ્ટમ લાગુ થવાથી નર્સિંગ સ્ટાફનું મેન્યુઅલ રજિસ્ટર બનાવવાનું કામ ઘટશે અને સમય બચશે. પરિણામે, નર્સિંગ સ્ટાફ પોતાનો વધુ સમય દર્દીઓની પ્રત્યક્ષ સારવાર અને તેમની સેવામાં ફાળવી શકશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત