Video: સુરત નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, સચિન સ્ટેશન પાસે કાચ તૂટતાં તપાસ શરૂ

સુરત નજીક ટ્રેન પર પથ્થરમારાની વધુ એક ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજે સચિન રેલવે સ્ટેશન નજીક સુરતથી નવસારી તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેન પર અજાણ્યા વ્યક્તિએ પથ્થરમારો કર્યો હતો. પથ્થર વાગવાથી ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં રેલવે વિભાગ અને RPF દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સતત વંદે ભારત ટ્રેનને જ નિશાન બનાવવામાં આવતી હોવાની ઘટનાઓ વચ્ચે પથ્થરમારા પાછળ કોણ છે તે મોટો સવાલ ઊભો થયો છે.
જાહેરાત














