Video: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હાઈવોલ્ટેજ ડ્રામા: ટિકિટ વગરના મુસાફરે દંડથી બચવા પર્સ ચોરાયાનું ખોટું નાટક રચ્યું!

સોર્સ: gstv

રેલવે કર્મચારીઓએ શખ્સની વાત પર શંકા જતા સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી. ઝીણવટભરી તપાસ દરમિયાન અસલી સત્ય બહાર આવ્યું કે આ શખ્સ પાસે કોઈ જ ટિકિટ નહોતી અને તે તદ્દન ટિકિટ વગર જ મુસાફરી કરી રહ્યો હતો. પર્સ ચોરાયાનું ખોટું નાટક રચીને કર્મચારીઓને દોડાવનાર આ મુસાફરની ચાલબાજી નિષ્ફળ ગઈ હતી. રેલવે તંત્ર દ્વારા ખોટું નાટક કરનાર આ શખ્સને કાયદેસરનો પાઠ ભણાવવામાં આવ્યો હતો અને અંતે તેને નિયમો મુજબ રૂપિયા ૫૩૫નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત