Video: સુરતમાં સ્પા પર દરોડાની કાર્યવાહી દરમિયાન ચોથા માળેથી કૂદેલા સંચાલકનું સારવાર દરમિયાન મોત

સોર્સ: gstv

સુરતના મગદલ્લા ગામમાં સ્પા પર પોલીસના દરોડા દરમિયાન ગંભીર ઘટના સામે આવી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે એક સ્પા પર દરોડા પાડતાં 42 વર્ષીય સંચાલક રાજેશ રઘુવરસિંહે પોલીસને જોઈ ચોથા માળેથી છલાંગ લગાવી હતી. મૂળ હરિયાણાના વતની રાજેશ સુરતમાં હોટલ અને સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ઊંચાઈ પરથી પટકાતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તાત્કાલિક મૈત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત