Video: સુરતમાં ગેરકાયદેસર પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો

સુરતમાં ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો છે. લસકાણા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આશિષ વિશ્વકર્મા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આરોપી પાસેથી ગેરકાયદેસર પિસ્તોલ મળી આવી છે. આરોપી આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની સાથે રાખતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે લસકાણા પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરાત














