Video: સુરતમાં પાલિયા ગ્રાઉન્ડમાં પત્નીની હત્યા કરી પતિ ફરાર

સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. પાલિયા ગ્રાઉન્ડમાં પતિએ ઘરકંકાસના કારણે પોતાની 45 વર્ષીય પત્ની અવનાબેનની હત્યા કરી હોવાની ઘટના બની છે. પ્રાથમિક વિગતો મુજબ પતિએ પત્ની પર લાકડાના ફટકા મારી તેની હત્યા કરી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. બનાવની જાણ થતાં લાલગેટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
જાહેરાત







