Video: સુરતના અડાજણમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે બાળ કિશોર સહિત ત્રણ ઝડપાયા

સુરતના અડાજણ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અડાજણ પોલીસે એક આરોપી અને બે બાળ કિશોર સહિત કુલ ત્રણને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ગત 14 નવેમ્બર 2026ના રોજ અડાજણ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ચોરી કરી હતી. દુકાનમાંથી લેપટોપ, મોબાઈલ અને રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓ ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બે લેપટોપ અને મોબાઈલ સહિત કુલ 35 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત
















