Video: સાવલીમાં નળ સે જળ યોજનાના પાણીની લાઇનમાંથી ખાનગી કંપનીને જોડાણ અપાયાનો આક્ષેપ

સોર્સ: gstv

વડોદરાના સાવલીના ટુંડાવ-સુભેલાવ રોડ પર નળ સે જળ યોજનાના પાણીનું ખાનગી કંપનીને જોડાણ અપાયાનો આક્ષેપ સામે આવ્યો છે. વિસ્તારના એક જાગૃત નાગરિકે સરકારી પાણી પુરવઠાની લાઇનમાંથી ખાનગી કંપનીને કનેક્શન આપી પાણી પહોંચાડવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો છે. રહેણાંક વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા માટેની નળ સે જળ યોજનાની લાઇન ખોદીને ખાનગી કંપની સુધી પાણી પહોંચાડાતું હોવાના આક્ષેપથી વિવાદ સર્જાયો છે. સરકારી યોજનાના પાણીનો ખાનગી ઉપયોગ થઈ રહ્યો હોવાની રજૂઆત સાથે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ખાનગી કંપનીને આ જોડાણ આપવા માટે સત્તાવાર મંજૂરી લેવામાં આવી છે કે કેમ તે હવે તપાસનો વિષય બન્યો છે. જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત