Video: બોડેલીમાં હાઇવા ટ્રકમાં ભીષણ આગ લાગતાં ટ્રક બળીને ખાખ

છોટાઉદેપુરના બોડેલી નજીક સૂર્યઘોડા પાસે રેતી ભરેલા હાઇવા ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ટ્રકના ટાયરમાં આગ લાગ્યા બાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ થતાં જ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી ટ્રકમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો. આગમાં રેતી ભરેલો આખો હાઇવા ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બીજી તરફ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. સદનસીબે ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી.
જાહેરાત






