Video: નડિયાદના એસઆરપી વિસ્તારમાં આવેલ જિલ્લાના સૌથી મોટા જલારામ મંદિરે 36મી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરી

સ્વપ્નમાં દર્શન થયા બાદ સ્થાપિત થયેલા આ પવિત્ર ધામમાં આ વર્ષે પણ ભક્તોનો અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો....સતત 36મા વર્ષે યોજાયેલા આ ભવ્ય મહોત્સવમાં જલારામ બાપાના ચરણોમાં વિશેષ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવના ભાગરૂપે બાપાને 156 જેટલી વિવિધ પ્રકારની મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેના અલૌકિક દર્શન કરી ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા. નડિયાદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા 25 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.
જાહેરાત





