Video: લાભ પાંચમે ઊંઝા APMCમાં પૂજન અને હરાજીનો શુભારંભ, માર્કેટયાર્ડ ફરી ધમધમ્યું

લાભ પાંચમના પવિત્ર પર્વે ઊંઝા APMC માર્કેટયાર્ડ ફરી ધમધમતું થયું છે. શુભ મુહૂર્તમાં ઊંઝા માર્કેટયાર્ડ ખાતે વિધિવત પૂજન અને હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. APMCના ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં પૂજનવિધિ યોજાઈ હતી. આ પ્રસંગે ગણપતિદાદા, ધનલક્ષ્મી માતાજી અને કુળદેવી શ્રી ઉમિયા માતાજીના ચરણોમાં પ્રાર્થના-અર્ચના કરવામાં આવી હતી. પૂજન બાદ માર્કેટયાર્ડની ઓફિસ અને હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરાયું હતું. નવું વર્ષ ખેડૂતો, વેપારીઓ, કર્મચારીઓ અને ઊંઝા પંથક માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિભર્યું રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
જાહેરાત








