Video: સ્ટેચ્યુ ઓફ યુનિટીની જંગલ સફારીમાં કર્મચારીઓની હડતાળ, પાંચમા દિવસે પોલીસ અને AAP કાર્યકર વચ્ચે ઘર્ષણ

સોર્સ: gstv

સ્ટેચ્યુ ઓફ યુનિટીની જંગલ સફારીમાં કામ કરતા 100થી વધુ કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. હડતાળના પાંચમા દિવસે પણ કર્મચારીઓનો વિરોધ યથાવત રહ્યો હતો. કર્મચારીઓના સમર્થનમાં બેઠેલા આમ આદમી પાર્ટીના એક સ્થાનિક કાર્યકર અને પોલીસ અધિકારીઓ વચ્ચે બોલાચાલી થતાં હોબાળો મચ્યો હતો. હડતાળના ચોથા દિવસે પણ હડતાળના પોસ્ટર હટાવવાને લઈને પોલીસ અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. આજે ફરી પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ચકમક થતાં વાતાવરણ તંગ બન્યું હતું. પગાર વધારાની માંગ સાથે શરૂ થયેલું આંદોલન હવે પોલીસ સાથેના ઘર્ષણને કારણે ચર્ચામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત