Video: સુરેન્દ્રનગરના સુસિયામાં કેનાલમાં ગાબડું, 500 વીઘાથી વધુ જમીનમાં પાણી ભરાતાં ખેડૂતો મુશ્કેલીમાં

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના સુસિયા ગામે ખેડૂતો માટે કેનાલો આશીર્વાદને બદલે અભિશાપ બની છે. સુસિયા માઇનોર કેનાલ નંબર 1 છેલ્લા ત્રણ વર્ષથી જર્જરિત હાલતમાં છે અને તેમાં ગાબડું પડતાં કેનાલનાં પાણી ખેતરોમાં ફરી વળ્યાં છે. કેનાલનો આગળનો ભાગ પણ તૂટી જતાં 500 વીઘાથી વધુ જમીનમાં પાણી ભરાઈ ગયાં છે. ખેતરોમાં પાણી ભરાવાને કારણે જીરું, વરિયાળી, ચણા અને અજમાના પાકના વાવેતરને મોટું નુકસાન થયું છે. ખેડૂતોના આક્ષેપ મુજબ કેનાલનું રિપેરિંગ અને સફાઈ કામ માત્ર કાગળ પર જ થઈ રહ્યું છે. કેનાલોની દયનીય સ્થિતિને લઈને ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જાહેરાત














