Video: ગુજરાતમાં વધશે ઠંડીનો ચમકારો, લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી

ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેના કારણે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા છે. તાપમાન ગગડવાથી વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ વધુ તીવ્ર બનશે, જોકે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ યથાવત રહેશે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો થયા બાદ ફરીથી લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો વધારો પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ડીસા ખાતે ૧૮.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આમ, હાલ રાજ્યમાં ઠંડી અને ગરમીના મિશ્ર વાતાવરણ વચ્ચે આગામી દિવસોમાં તાપમાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળશે.
જાહેરાત













