Video: ગુજરાતમાં કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બને તેવી પબુભા માણેકની હાકલ, ધારાસભ્યના નિવેદનથી રાજકીય ચર્ચા

સોર્સ: gstv

ગુજરાતમાં કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બને તેવો આશાવાદ વ્યક્ત કરીને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે રાજકીય ચર્ચા જગાવી છે. તેમણે કોળી સમાજમાં જાગૃતિના અભાવનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સમાજના લોકો જાગૃત થાય તો ગુજરાતમાં કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બની શકે છે. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

રાજકીય નિવેદને જગાવી ચર્ચા

મળતી માહિતી મુજબ, દ્વારકાની કોળી સમાજની વાડી ખાતે માતાજીના માંડવાનો પ્રસંગ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં પબુભા માણેકે સમાજને સંબોધતાં આ રાજકીય નિવેદન આપ્યું હતું.

જાહેરાત

પબુભા માણેકે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોળી સમાજ બીજા નંબરે છે, તેમ છતાં સમાજમાં જાગૃતિનો અભાવ છે. તેમણે સમાજના યુવાનોને હવે જાગૃત થવાની અને સમાજના હિત માટે આગળ આવવાની અપીલ કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે અગાઉના વડીલોએ જે કર્યું તે યોગ્ય જ હશે, પરંતુ હવે નવી પેઢીએ સમાજના હિત માટે સક્રિય ભૂમિકા ભજવવાની જરૂર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત