Video: રાજકોટ મનપાની કર્મચારીઓને દિવાળી ભેટ, 8,200 કર્મચારીઓને 1,000 રૂપિયાનું બોનસ જાહેર

સોર્સ: gstv

રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લે કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. RMCના કર્મચારીઓના સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રથમ વખત મનપા દ્વારા કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કાયમી અને કોન્ટ્રાક્ટ બેઝના આશરે 8,200 કર્મચારીઓને પ્રત્યેક એક હજાર રૂપિયા બોનસ આપવામાં આવશે. દિવાળી કાર્નિવલના આયોજનમાં 90 લાખ રૂપિયાની બચત થઈ હતી, જેમાં વધુ 10 લાખ ઉમેરી કર્મચારીઓ માટે બોનસની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત બચત રહેતી રકમ સ્વૈચ્છિક સંસ્થાઓને આપવામાં આવશે. ખાસ કરીને પશુઓના ઘાસચારા માટે કાર્યરત સંસ્થાઓને આર્થિક સહાય અપાશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત