Video: હિંમતનગર-ઇલોલ રોડ પર હિટ એન્ડ રનની ઘટના: અજાણ્યા વાહનની ટક્કરે નિકોડાના ૨૨ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ઇલોલ રોડ પર એક અજાણ્યા ફોર વ્હીલર વાહને બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં નિકોડા ગામના વતની ૨૨ વર્ષીય યુવકનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ફોર વ્હીલર ચાલક માનવતા નેવે મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ટ્રાફિક અને ગ્રામ્ય પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર થઈ ગયેલા વાહનચાલકને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ સહિતની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાહેરાત








