Video: દિવાળીની રજાઓમાં અમદાવાદના આઇકોનિક અટલ બ્રિજ પર સહેલાણીઓનો ભારે જમાવડો જોવા મળ્યો

સામાન્ય દિવસોમાં જ્યાં પ્રતિદિન બે થી અઢી હજાર લોકો અટલ બ્રિજની મુલાકાત લેતા હોય છે, ત્યાં તહેવારોની રજાઓમાં આ આંકડો કુદકે ને ભૂસકે વધ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો દિવાળીના રવિવારે 5 હજારથી વધુ, પડતર દિવસ એટલે કે ધોકાના વર્ષે 8 હજારથી વધુ અને બેસતા વર્ષના દિવસે તો રેકોર્ડબ્રેક 11 હજાર લોકોએ બ્રિજની મુલાકાત લીધી હતી. રજાઓના આ ઉત્સાહભર્યા માહોલમાં પ્રવાસીઓ મન મૂકીને આનંદ માણી રહ્યા છે. આકર્ષક રોશની અને સાબરમતી રિવરફ્રન્ટના સુંદર નજારા વચ્ચે લોકો સેલ્ફી અને ફોટોશૂટ કરાવતા નજરે પડી રહ્યા છે, જેના કારણે અટલ બ્રિજ આકર્ષક કેન્દ્ર બન્યો છે.
જાહેરાત








